♠️ સોરાયસીસ ♠️
સોરાયસીસ ચામડીનો દારુણ વ્યાધી છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. શીયાળામાં એ ઉથલો મારે છે.
➡️ પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.
➡️ સમભાગે ટર્પેન્ટાઈન અને કપુર લેવાં. ટર્પેન્ટાઈન ગરમ કરી તેમાં કપુર મેળવી શીશીમાં બંધ કરી રાખી મુકવું. દરરોજ સવાર-સાંજ આ તેલ સોરાઈસીસવાળા ભાગ પર ઘસવું.
➡️ સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે.
➡️ સમાન ભાગે અરડુસીના પાનનું ચુર્ણ અને હળદરને ગૌમુત્રમાં મેળવી દીવસમાં બે વખત લગાડવાથી સોરાયસીસની તકલીફ મટે છે.
➡️ લીમડાનાં પાન જેટલી વાર અને જેટલાં ચાવીને ખવાય તેટલાં ખાતા રહેવાથી સોરાયસીસ મટે છે.
➡️ મજીઠ, લીમડાનાં પાન, ચોપચીની, વાવડીંગ અને આમળાનું સરખે ભાગે ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ નીયમીત લેવાથી સોરાયસીસની બીમારી મટે છે.
➡️ દરરોજ દીવસમાં જેટલી વખત મુત્રત્યાગ કરો ત્યારે એ તાજા મુત્રનું માલીશ કરતા રહેવાથી સોરાયસીસ મટે છે.
Post a Comment
Plese Do Not Enter Any Spam Link In The Comment Box.