રેલ્વે સ્ટેશન પર નામના બોર્ડ કેમ પીળા છે? જાણો વૈજ્ઞાનિક કારણ

રેલ્વે સ્ટેશન પર નામ લખેલા બોર્ડ પીળા રંગના જ કેમ હોય છે ? જાણો વૈજ્ઞાનિક કારણ
રેલ્વે સ્ટેશન પર નામ લખેલા બોર્ડ પીળા રંગના જ કેમ હોય છે ? જાણો વૈજ્ઞાનિક કારણ

Why Railway Station Board Color Yellow: શું તમે નોટિસ કર્યું કે 7000 રેલવે સ્ટેશન પર એક વસ્તુ એકસરખી જોવા મળે છે એ છે રેલવે સ્ટેશન ના નામ લખેલા બોર્ડ. આ બોર્ડમાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ તેનો રંગ પીળો જ હોય છે. આજે આપડે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીશુ.

રેલ્વે સ્ટેશન પર નામ લખેલા બોર્ડ પીળા રંગના જ કેમ હોય છે ?
ભારતના રેલવે પ્લેટફોર્મ ઉપર સ્ટેશનની વચ્ચે અને સ્ટેશન પૂરું થાય ત્યાં પીળા રંગનું બોર્ડ હોય છે તેમાં કાળા અક્ષરથી રેલવે સ્ટેશનનું નામ લખેલું જોવા મળે છે. હવે મનમાં પ્રશ્ન થઇ કે આ દરેક બોર્ડ પીળા રંગ નું કેમ હોય છે. તો આવો જાણીયે તેના પાછળ નું મુખ્ય કારણ.


રેલ્વે સ્ટેશન પર નામના બોર્ડ કેમ પીળા છે?  જાણો વૈજ્ઞાનિક કારણ


આ દરેક બોર્ડનો રંગ પીળો રાખવામાં આવે છે કારણ કે ટ્રેનના ડ્રાઇવર આ બોર્ડ સરળાથી ઓળખી શકે. જો અહીં અલગ અલગ કલર બોર્ડ હોય તો ડ્રાઇવરને પરેશાની થઈ શકે છે. આ ઉપરાંત પીળો રંગ દૂરથી ચમકે છે અને આંખમાં ખૂંચતો નથી અને ટ્રેનના પાયલેટ દૂરથી જ બોર્ડ જોઈને જાણી શકે છે કે આગળ કયું સ્ટેશન આવી રહ્યું છે. ગીચ વિસ્તારોમા બાકીના રંગોની તુલનામા પીળા રંગના બેકગ્રાઉન્ડ સરળતાથી નજરે આવે છે.


પીળો રંગ આંખોને શાંતિ આપે છે, તે દૂરથી સરળતાથી દેખાઈ જાય છે. પીળો રંગ મુખ્યત્વે તેજસ્વી પ્રકાશ પર આધારિત છે તથા પીળા રંગ ને સુખ, બુદ્ધિ અને શક્તિ નું પ્રતીક માનવામાં આવે છે. તથા તેને જોવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી તેથી દિવસ હોય કે રાત ટ્રેનના પાયલેટ સતર્ક રહી શકે છે.


બસ આજ કારણોસર દરેક રેલ્વે સ્ટેશન પર મુકેલ બોર્ડ પીળા રંગ ના બનાવામાં આવે છે. આ ઉપરાંત રસ્તાઓ પરના ઘણા સાઇનબોર્ડ્સ પણ પીળા રંગના હોય છે જેના ઉપર કળા રંગથી લખવામા આવેલ હોય છે તેનું કારણ પણ આજ છે.