છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 171 તાલુકાઓમાં મેઘરાજાએ તબાહી મચાવી છે, આજે પણ આ જિલ્લા માટે ભારે દિવસ છે.
Table of Contents
બિપરજોય વાવાઝોડું લાઈવ અપડેટ:
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. વાવાઝોડુ આમતો સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં કચ્છના દરિયા કાંઠે ટકરાવાનું હતું. પરંતું હવે તેની ગતિમાં ફેરફાર થતાં રાત્રે 9 થી10 વાગ્યા સુધી ટકરાઈ શકે છે.વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે
બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં નોંધાયો છે.
કચ્છમાં વાવાઝોડાંને લીધે 4 ઈંચ વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં 24 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભુજમાં સવા 5 ઈંચ, મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયામાં સવા 3 ઈંચ, અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુરમાં પોણા 3 ઈંચ, વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવીમાં સવા 2 ઈંચ, કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારકામાં સવા 2 ઈંચ, કાલાવડમાં 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ, થરાદમાં પોણા 2 ઈંચ, નખત્રાણામાં 1.5 ઈંચ, લાલપુરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયા બાદ જખૌ બંદરથી લગભગ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. બિપોરજોય વાવાઝોડાની હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો હેરાન પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આપને જણાવી દઈએ કે, વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમા 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
524 વૃક્ષો ધરાશાયી, 22 લોકોને ઈજા
માહિતી અનુસાર વાવાઝોડાને લીધે આશરે 524 વૃક્ષો પડી ગયા હતા જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા. અત્યાર સુધી વાવાઝોડાને લીધે 22 જેટલા લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. રાહત કમિશનરના જણાવ્યાનુસાર હવે આ વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે. તેમણે જણાવ્યું કે લેન્ડફોલ વખતે પવનની ઝડપ 118 કિ.મી. પ્રતિકલાક રહી હતી. તેમના અહેવાલ અનુસાર કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે.
શક્તિશાળી વાવાઝોડું મોડી રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયું. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો. ભુજ-માંડવી સહિત કચ્છના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. અતિભારે પવન ફૂંકાતા માંડવીનોના દરિયો ગાંડોતૂર બન્યો હતો. વાવાઝોડાની અસરને પરિણામે વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે.
મહત્વ પૂર્ણ લિંક :
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
હવામાન વિભાગની આગાહિ PDF | અહિં ક્લીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
હજુ આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમેરેલી, મોરબી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
Post a Comment