ચક્રવાત માઈચાઉંગ: આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં ટકરાશે, IMD ચેતવણી આપે છે

માઈચૌંગ વાવાઝોડું

બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ વાવાઝોડું માઈચૌંગ આવી રહ્યું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આજે આ અંગે અલર્ટ જાહેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરશે. હવામાન વિભાગે જણાવ્યું કે, જે પ્રમાણે હવામાનની સ્થિતિ બની છે તે પ્રમાણે તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની આશા છે.

ચક્રવાત માઈચાઉંગ: આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં ટકરાશે, IMD ચેતવણી આપે છે

Michaung Cyclonic storm

આ હવામાનની સ્થિતિ ધીરે-ધીરે 30 નવેમ્બર સુધી બંગાળની ખાડીના દક્ષિણમાં એક ઊંડો લો પ્રેશર એરિયો બની જશે. એ વાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેનાથી વધુ મજબૂતી મળશે. આગામી 48 કલાકની અંદર દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીક દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર આ એક ચક્રવાતી વાવાઝોડું ‘માઈચૌંગ’માં ફેરવાઈ જશે.

IMDએ જણાવ્યું કે, 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે જે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનું પણ અનુમાન છે. આ પવનો 29 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે. 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

1 ડિસેમ્બર સુધીમાં આ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન છે. 2 ડિસેમ્બરે આ પવન 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે

ચક્રવાતને પગલે IMDએ માછીમારોને 29 અને 30 નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં ન જવા અને 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી તરફ ન જવાની સલાહ આપી છે. સાથે જ 30 નવેમ્બર અને 2 ડિસેમ્બરે માછીમારોને બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડીથી દૂર રહેવાની વિનંતી કરી છે અને સાથે જ 1 ડિસેમ્બરની સવારથી મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.